મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટમાં મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં રન ફોર યુનિટી યોજાયો

સોર્સ: gstv

રાજકોટ શહેરમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવનાને ઉજાગર કરવાના હેતુથી 'રન ફોર યુનિટી' કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના પ્રભારી અને મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ મંત્રીઓ, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ જવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ રિંગરોડ ફરતે યોજાયેલી આ દોડમાં ભાગ લઈ દેશભક્તિનો સંદેશ આપ્યો હતો.

આ સમાચાર શેર કરો