મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ધોરાજીમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન

સોર્સ: gstv

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ગઈકાલે વરસેલા વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થઈ ગયેલો પાક પલળી જતાં ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે. કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને ડુંગળી સહિતના પાક વરસાદની ઝપેટમાં આવ્યા છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા અને ભારે મહેનત તથા ખર્ચ કરીને પાક બચાવ્યો હતો, પરંતુ હવે લણણીના સમયે કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે.ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો