મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ગાંધીધામમાં બેફામ ટ્રકે લીધો પિતા-પુત્રીનો ભોગ

સોર્સ: gstv

ગાંધીધામમાં બેફામ વાહનચાલકોની રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ગાંધીધામ રેલવે સ્ટેશન બહાર આજે સવારે પૂરઝડપે આવતા ટ્રકે એક્ટિવા સવાર પિતા-પુત્રીને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ગાંધીધામ-કંડલા હાઈવે પર વારંવાર સર્જાતા અકસ્માતો છતાં ભારે વાહનોની ગતિ અને ટ્રાફિક નિયંત્રણ સામે સવાલો ઊભા થયા છે. પૂર્વ કચ્છ RTO અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો