Video: લખતર વિરમગામ હાઇવે પર અકસ્માતમાં એક યુવકનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર ઓઢક ગામે કડિયા કામની મજૂરી કરીને લખતર તરફ પરત ફરી રહેલા બે યુવાનો ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યા હતા. મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે સામેથી આવતા અજાણ્યા વાહનની તેજ લાઈટથી આંખે અંજાઈ જવાથી બાઇકચાલકનું નિયંત્રણ ગુમાવાયું હતું અને બાઇક રોડ ઉપર રાખવામાં આવેલા કપચીના ઢગલા પર ચડી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લખતરના દુલેરા કિશોરભાઈ ઉકાભાઈ નામના યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા યુવકને ગંભીર ઇજાઓ થઈ હતી. પોલીસે મૃતક યુવકના શબનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાનૂની તજવીજ હાથ ધરી છે.






