Video: રાષ્ટ્રીય એકતા દિવસ: સરદાર પટેલની જન્મજયંતીએ અખંડ ભારતનું સ્મરણ

આજે અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી તથા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે, તેમણે ૫૬૨થી વધુ દેશી રજવાડાઓને એક તાંતણે બાંધીને મજબૂત અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું તેની યાદ તાજી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીના પ્રયાસોથી નિર્મિત વિશ્વનું સૌથી મોટું 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' આજે સરદાર સાહેબના અમર વિઝનની ગુંજ સમગ્ર વિશ્વમાં ફેલાવી રહ્યું છે, જ્યાં લાખો પ્રવાસીઓ આવી રહ્યા છે. આપણી ભાષાઓ ભલે અલગ હોય, પરંતુ આપણું રાષ્ટ્ર એક જ છે તેવા સંદેશ સાથે, સરદાર સાહેબના ચરણોમાં વંદન કરીને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સ્વપ્નને વધુ મજબૂત બનાવીએ તથા દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સદૈવ સમર્પિત રહેવાનો સંકલ્પ કરીએ.








