મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ગરબામાં પાણીનો સ્ટોલ આપવાના નામે ઠગાઈ

સોર્સ: gstv

અમદાવાદમાં ગરબાના આયોજન દરમિયાન પાણીનો સ્ટોલ અપાવવાના બહાને એક યુવતી સાથે રૂપિયા ૪ લાખ ૭૫ હજારની ઠગાઈ થઈ છે. ઓગણજ વિસ્તારમાં આવેલા વિવાંઝા બાય ગોપી ફાર્મ ખાતે ગરબાનું આયોજન થયું હતું. જેમાં રૂપિયા ૧૫ લાખમાં સ્ટોલ આપવાનું કહીને આરોપીઓએ યુવતીનો સંપર્ક કર્યો હતો. આ સોદાના ભાગરૂપે આરોપીઓએ યુવતી પાસેથી ટુકડે-ટુકડે કુલ 4 લાખ 75 હજાર રૂપિયા મેળવી લીધા હતા, પરંતુ લાંબા સમય સુધી તેને કોઈ સ્ટોલ ફાળવવામાં આવ્યો ન હતો. આ મામલે છેતરપિંડીનો ભોગ બનેલી યુવતીએ અક્ષેશ પંચાલ અને મોહિત રાજપૂત નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો