Video: સાબરડેરી ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી ૬ નવેમ્બરે ધનતેરસના રોજ યોજાશે

સાબરકાંઠાની લોકપ્રિય સાબરડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની અઢી વર્ષની મુદત માટે આગામી ૬ નવેમ્બરે ધનતેરસના દિવસે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાબરડેરી ખાતે સવારે ૧૧ વાગ્યે શરૂ થનાર આ ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. હાલમાં શામળભાઈ બી. પટેલ ચેરમેન તરીકે અને ઋતુરાજ ડી. પટેલ વાઈસ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. આ અઢી વર્ષની નવી મુદત માટે કોના પર પસંદગીનો કળશ ઢોળાશે તેના પર સહકારી જગતની મીટ મંડાયેલી છે.








