મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: બાબરાના પાંચાળ પંથકમાં સિંહોનું આગમન

સોર્સ: gstv

અમરેલી જિલ્લાના બાબરા પંથકના ચમારડી ગામ નજીક સિંહોના આંટાફેરા જોવા મળ્યા છે. ગામના શીતળા માતાના મંદિર નજીક સિંહોએ ધામા નાખતાં સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે. બાબરા પંથકમાં સિંહોના આગમનના સમાચાર ફેલાતાં સિંહ દર્શન માટે લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. સિંહોના આંટાફેરાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. બીજી તરફ, સિંહોની સુરક્ષા અને સંરક્ષણને ધ્યાનમાં રાખીને વનવિભાગ યોગ્ય કાળજી લે તેવી માગ સિંહપ્રેમીઓ દ્વારા કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો