Video: ચાણસ્મા-મહેસાણા હાઇવે પર બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત

પાટણ જિલ્લાના ચાણસ્મા–મહેસાણા હાઇવે પર ધીણોજ નજીક હારીજ ડેપોની બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હારીજથી સુરત તરફ જઈ રહેલી બસ અકસ્માતનો ભોગ બનતાં બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતને પગલે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં બસ અને ટ્રેક્ટરને નુકસાન થયું છે, જ્યારે ઘટનાને લઈને વધુ વિગતો સામે આવવાની બાકી છે.







