મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પાલનપુર પાટિયા રોડ પર સ્કોર્પિયોની ટક્કર, 15 વાહનોને નુકસાન

સોર્સ: gstv

સુરતના પાલનપુર પાટિયા રોડ પર રાત્રિના સમયે નંબર પ્લેટ વગરની બ્લેક સ્કોર્પિયો કારે અકસ્માત સર્જતાં ચકચાર મચી ગઈ છે. પૂરપાટ ઝડપે દોડતી સ્કોર્પિયોએ એક પછી એક 10થી 15 જેટલાં વાહનોને અડફેટે લીધાં હતાં. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હોવાની પ્રાથમિક માહિતી છે. બે કાર વચ્ચે રેસ ચાલી રહી હોવાની સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે, જોકે આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. નંબર પ્લેટ વગરની કાર અને અકસ્માતના સંજોગો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો