Video: રાજકોટના હીરાસર એરપોર્ટના રનવે પર આગ

રાજકોટના હીરાસર એરપોર્ટના રનવે પર પક્ષીઓને ભગાડવા માટે ફટાકડા ફોડવામાં આવતા આગ ભભૂકી ઉઠી હતી.. રનવે પર આગ લાગવાને કારણે ચારેય તરફ ભારે ધુમાડો ફેલાઈ જવાથી વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જો કે સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ ધુમાડા અને અસ્પષ્ટતાને કારણે દિલ્હીથી આવી રહેલી ફ્લાઈટને આકાશમાં ચાર ચક્કર લગાવવા પડ્યા હતા અને સુરક્ષાના ભાગરૂપે તેને વડોદરા ડાયવર્ટ કરાઈ હતી. આ ઘટનાને પગલે ફ્લાઈટમાં સવાર ૧૦૦ મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. રનવે સંપૂર્ણપણે ક્લિયર થતાં ડાયવર્ટ કરાયેલી દિલ્હીની આ ફ્લાઈટ લગભગ દોઢ કલાકના વિલંબ બાદ રાજકોટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ગઈ હતી. આ ઘટના અંગે એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.








