મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પાટીલ સાહેબની આટલી મોટી વોટબેંક પણ નવસારીમાં ટ્રેનનું સ્ટોપેજ નથી

સોર્સ: gstv

દિવાળી અને ઉત્તર ભારતીયોના સૌથી પવિત્ર ગણાતા છઠ્ઠ મહાપર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવસારી જિલ્લામાં વસતા ઉત્તર ભારતીયો માટે વતન જવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. નવસારી જિલ્લાની સ્થાપનાને ૨૯ વર્ષ વિતી ગયા હોવા છતાં ઉત્તર ભારત તરફ જતી એક પણ સીધી ટ્રેનનું નવસારી સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવ્યું નથી. આશરે અઢી લાખ જેટલા ઉત્તર ભારતીય સમુદાય માટે દર વર્ષે દિવાળી અને છઠ્ઠ પૂજાનો તહેવાર મોટી યાતના લઈને આવે છે. સ્થાનિક કક્ષાએથી ઉત્તર ભારત માટે એક પણ સીધી ટ્રેન કે મુખ્ય ટ્રેનોનું નવસારી સ્ટેશને સ્ટોપેજ નથી. જેથી મુસાફરોને ૪૦ કિલોમીટર દૂર સુરત અથવા વાપી અને મુંબઈ સુધી જઈને ટ્રેન પકડવી પડે છે.

આ સમાચાર શેર કરો