મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પીએમ મોદીએ બીબીબીઆરસી કેટલ ફાર્મની મુલાકાત લીધી

સોર્સ: gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન બનાસકાંઠામાં આવેલા એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી અને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે ET-IVF લેબોરેટરીની મુલાકાતે પહોંચ્યા હતા. આ સાથે તેમણે ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)ના પશુ ફાર્મની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પશુપાલન ક્ષેત્રે આધુનિક ટેક્નોલોજી અને પશુઓની ઓલાદ સુધારણા માટે થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં પશુપાલન અને કૃષિ ક્ષેત્રે નવી ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાના હેતુથી આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો