મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જંબુસર ડેપોમાં બસ અકસ્માત

સોર્સ: gstv

ભરૂચના જંબુસર એસટી ડેપોમાં બસની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો હતો. સવારે 8 વાગ્યે સુરત રૂટ પર ઉપડનારી બસ ડેપો પરિસરમાં જ બેકાબૂ બની વોશિંગ સેન્ટરમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં બસના આગળના ભાગને નુકસાન થયું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. બસની બ્રેક સિસ્ટમમાં ખામી સર્જાતાં બસોના મેન્ટેનન્સ અને ટેકનિકલ તપાસ સામે સવાલો ઊભા થયા છે. મુસાફરોને લઈને બસ રસ્તા પર દોડી હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. ત્યારે એસટી વિભાગ દ્વારા ઘટનાની તપાસ કરી બસોની નિયમિત ટેકનિકલ ચકાસણી અને મેન્ટેનન્સ સુનિશ્ચિત કરવાની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો