મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: બાળકીની શ્વાસનળીમાંથી સીતાફળનું બીજ કાઢ્યું

સોર્સ: gstv

અરવલ્લીના માલપુરમાં રમતાં-રમતાં સીતાફળનું બીજ મોઢામાં મૂકતાં ત્રણ વર્ષની બાળકીની તબિયત ગંભીર બની હતી. બીજ બાળકીની ડાબી મુખ્ય શ્વાસનળીમાં ફસાઈ જતાં તેને ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ હતી. ગંભીર હાલતમાં બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતાં પીડિયાટ્રિક સર્જરી વિભાગના તબીબોએ થેરાપ્યુટિક બ્રોન્કોસ્કોપી દ્વારા જટિલ પ્રક્રિયા હાથ ધરી હતી. તબીબોએ સફળતાપૂર્વક શ્વાસનળીમાંથી બીજ બહાર કાઢી બાળકીનો જીવ બચાવ્યો હતો. હાલ બાળકીની તબિયત સ્થિર છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઘટના બાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ વાલીઓને બાળકો રમતાં કે ખાતાં હોય ત્યારે ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો