મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટમાં કોંગ્રેસ દ્વારા કિસાન અધિકાર ધરણા યોજાયા

સોર્સ: gstv

રાજકોટના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કિસાન અધિકાર ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારે માત્ર ચાર જિલ્લામાં દુષ્કાળ જાહેર કર્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. તેમણે ઓછો વરસાદ ધરાવતા તમામ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, ખેડૂતોનાં દેવા સંપૂર્ણ માફ કરવા અને પાક વીમો શરૂ કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત જમીન માપણી રદ કરવા અને ખેતરોમાં નાખવામાં આવેલા વીજ થાંભલાનું પૂરતું વળતર આપવા રજૂઆત કરી હતી. આગામી 15 દિવસમાં સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની અછત સર્જાવાની ભીતિ વ્યક્ત કરીને તેમણે સરકારના પાણી આયોજન સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.

આ સમાચાર શેર કરો