Video: એકતાનગરમાં 'વામન વૃક્ષ વાટિકા' બનશે પ્રવાસીઓ માટે જ્ઞાન અને મુલાકાતનું કેન્દ્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નર્મદાના કેવડિયા ખાતે નિર્માણ પામેલી વામન વૃક્ષ વાટિકા’ની મુલાકાત લીધી હતી. આ વાટિકા ખાસ કરીને બોન્સાઈ વૃક્ષો અને સુશોભિત વનસ્પતિઓથી સજ્જ કરવામાં આવી છે.અહીં વિવિધ પ્રકારના મહાકાય વૃક્ષોને વિશેષ પ્રાકૃતિક પદ્ધતિથી નાના કદમાં ઉછેરવામાં આવ્યા છે. વનસ્પતિ વૈવિધ્ય અને બાગાયત કળાનો આ અનોખો સંગમ પર્યાવરણપ્રેમીઓ તેમજ પ્રવાસીઓ માટે જ્ઞાન અને આનંદનો શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડશે. વૃક્ષ ઉછેરની આ અનોખી બોન્સાઈ કળા પર્યાવરણપ્રેમીઓ તેમજ પ્રવાસીઓ માટે જ્ઞાન અને આનંદનો શ્રેષ્ઠ સંગમ સાબિત થશે.








