Video: દિવાળી વેકેશનમાં વધુ પડતા હોમવર્ક પર રોક

દિવાળી વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને હોમવર્કના બોજથી મુક્ત રાખવા અમદાવાદ શહેર શિક્ષણાધિકારી કચેરીએ શાળાઓ માટે પરિપત્ર જાહેર કર્યો છે. DEOએ શાળાઓને વધુ પડતું હોમવર્ક, લાંબા પ્રોજેક્ટ્સ અને વારંવાર લેખનકાર્ય નહીં આપવા તાકીદ કરી છે. વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાની તૈયારી સાથે તેમના માનસિક સ્વાસ્થ્ય અને આરામને પ્રાથમિકતા આપવા જણાવાયું છે.







