ગુજરાત સરકારે 8.82 લાખ કર્મચારીઓ-પેન્શનરોને આપી દિવાળી ભેંટ

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર આપ્યા છે. સરકારી કર્મચારી સંગઠનોની લાંબા સમયની માંગણીઓ અને રજૂઆતોને ધ્યાને રાખીને રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થા (DA) માં 3 ટકા નો વધારો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
પોણા નવ લાખથી વધુ લોકોને મળશે લાભ
રાજ્ય સરકારના આ નિર્ણયથી અંદાજે 4 લાખથી વધુ કાર્યરત કર્મચારીઓ અને 4.82 લાખ જેટલા પેન્શનરો મળીને કુલ 8.82 લાખથી વધુ લોકોને સીધો આર્થિક ફાયદો થશે. આ વધારામાં રાજ્ય સરકારી કર્મચારીઓ તેમજ પંચાયત સેવાના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ અંગેનો સત્તાવાર પરિપત્ર અને અમલીકરણની તારીખ વિશે ટૂંક સમયમાં કેબિનેટ નિર્ણય બાદ આખરી વિગતો જાહેર કરવામાં આવશે.

DA વધીને 63 ટકા થશે
ઉલ્લેખનીય છે કે, અગાઉ મે 2026 માં 7મા પગારપંચ હેઠળ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જેથી ભથ્થું 58 ટકાથી વધીને 60 ટકા થયું હતું. હવે આ નવા 3 ટકા ના વધારા સાથે જ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 60 ટકાથી વધીને 63 ટકા ની સપાટીએ પહોંચી જશે. દાખલા તરીકે, જો કોઈ સરકારી કર્મચારીનો મૂળ પગાર (Basic Pay) ₹30,000 હોય, તો અત્યાર સુધી 60% લેખે ₹18,000 DA મળતું હતું. હવે 63% લેખે ₹18,900 મળશે, જેનાથી કર્મચારીના હાથમાં દર મહિને ₹900 નો સીધો રોકડ ફાયદો થશે.
રજા અને કામકાજના દિવસોનું શિડ્યુલ
મોંઘવારી ભથ્થાના વધારા ઉપરાંત તહેવારોને ધ્યાનમાં રાખીને રજાઓ અંગે પણ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ 9 નવેમ્બર ના રોજ જાહેર રજા રહેશે, જ્યારે તેની ભરપાઈ રૂપે 12 ડિસેમ્બર ના શનિવારે તમામ સરકારી કચેરીઓ ચાલુ રાખીને કામકાજ કરવામાં આવશે.