Gandhinagar news: મહેસૂલ વિભાગમાં 400થી વધુ જગ્યાઓમાં ભરતીની GSSSBએ કરી જાહેરાત, સોમવારથી ફોર્મ ભરાશે

સોર્સ : GSTV
Gandhinagar news: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં સબ ઓડિટર, પેટા તિજોરી અધિકારી સહિતની પોસ્ટ માટે કુલ 426 જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે. જેના 17 નવેમ્બર બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થશે. જેમાં આગામી 30 નવેમ્બર, 2025ના રાત્રે 23:59 વાગ્યા સુધીમાં ફોર્મ ભરી શકાશે.
GSSSBએ રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં ભરતી અંગેનું નોટિફિકેશન જાહેર કર્યુ છે. ભરતી માટે આવતીકાલે સોમવારે ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જેમાં પેટા હિસાબનીશ/સબ ઓડિટર વર્ગ-3 માટે 321 જગ્યા અને હિસાબનીશ ઓડિટર/પેટા તિજોરી અધિકારી/અધિક્ષક વર્ગ-3 માટે 105 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયમ આધારિત સ્નાતક કક્ષાના ઉમેદવારો ફોર્મ ભરી શકશે.






