Video: કચ્છના કિડાણામાં બે જૂથ વચ્ચે હિંસા

કચ્છના કિડાણા વિસ્તારમાં બે જૂથો વચ્ચે જાહેર રસ્તા પર અથડામણની ઘટના સામે આવી છે. સ્કોર્પિયો અને બલેનો કાર વચ્ચે સામસામે ટક્કર બાદ બંને જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન કારમાં તોડફોડ કરવામાં આવી હતી અને એક વ્યક્તિને લોહીલુહાણ હાલતમાં ઈજા પહોંચાડવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં ચારથી વધુ લોકો ઘાયલ થયાની વિગતો પણ સામે આવી છે. ઘટનાના ખૌફનાક CCTV ફૂટેજ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જાહેર રસ્તા પર થયેલી આ બેફામ હિંસાને પગલે અસામાજિક તત્ત્વો સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.
જાહેરાત








