મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વલસાડના ગાડરિયા ગામે પરિણીતાનો આપઘાત…પિયરપક્ષે કરી ન્યાયની માંગ

સોર્સ: gstv

વલસાડના ગાડરિયા ગામના દાદરી ફળિયા ખાતે પરણિતાએ મોડીરાત્રે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પિયર પક્ષના ગંભીર આક્ષેપ મુજબ નાની નાની બાબતોમાં સાસરિયાઓ દ્વારા સતત ઝઘડાઓ કરવામાં આવતા હોવાથી અગાઉ વાત છૂટાછેડા સુધી પહોંચી હતી અને બે પરિવારો વચ્ચે વાટાઘાટો બાદ આ જ પરિણીતા એક મહિના પહેલા જ સાસરીમાં પરત ફરી હતી. તેમણે સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે. અને મૃતકના પરિવારજનો દ્વારા ન્યાય મેળવવા માટે હાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો