મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભુજ પ્રાંત કચેરીમાં જમીન વળતરના મામલે કોર્ટના આદેશથી જપ્તીની કાર્યવાહી

સોર્સ: gstv

ભુજની પ્રાંત કચેરીમાં કોર્ટના આદેશ બાદ જમીન સંપાદન વિભાગની ઝપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2018માં BSF માટે જમીન સંપાદિત કરવામાં આવી હતી, પરંતુ અરજદારને પૂરતું વળતર ચૂકવવામાં ન આવતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે આ મામલે ઝપ્તીનો આદેશ આપતાં બેલીફ અને વકીલની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન કચેરીમાંથી કમ્પ્યુટર, કબાટ, ટેબલ સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશને પગલે કચેરીમાં કાર્યવાહી થતાં તંત્રમાં દોડધામ મચી હતી. બીજી તરફ, આ કાર્યવાહી સ્થગિત કરવા માટે તંત્ર દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.LandAcquisition

આ સમાચાર શેર કરો