મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સાવરકુંડલાની અનોખી દિવાળી, ઈંગોરિયા યુદ્ધની પરંપરા

સોર્સ: gstv

દેશભરમાં દિવાળીની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવે છે, પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે અનોખું ઈંગોરિયા યુદ્ધ ખેલાય છે. છેલ્લા 70થી 80 વર્ષથી ચાલી આવતી આ પરંપરામાં લોકો સામસામે બે જૂથમાં વહેંચાઈને સળગતા ઈંગોરિયા એકબીજા તરફ ફેંકીને ઉજવણી કરે છે. આ પરંપરામાં અગાઉ ચીકુ જેવા ફળ ધરાવતા ઈંગોરિયાનાં વૃક્ષો પરથી મળતાં ફળનો ઉપયોગ થતો હતો, પરંતુ વૃક્ષો ઘટતાં હવે તેના વિકલ્પ તરીકે કોકડાં તૈયાર કરવામાં આવે છે. દિવાળીની રાત્રે ખેલાનારા આ ઈંગોરિયા યુદ્ધ માટે કારીગરો મહિનાઓ પહેલાંથી તૈયારી શરૂ કરી દે છે. એક કોકડું તૈયાર કરવામાં મહેનત કરવી પડે છે અને તેની કિંમત આશરે 10થી 15 રૂપિયા હોવાનું કારીગરો જણાવે છે. કોકડાં તૈયાર કરવા માટે તેમાં કોલસાની ભૂકી અને પથ્થર ભરવામાં આવે છે તથા ડ્રિલની મદદથી છિદ્ર કરવામાં આવે છે. સાવરકુંડલાની ઓળખ બની ગયેલી આ પરંપરા દિવાળીની રાત્રે રાત્રે 10 વાગ્યાથી વહેલી સવાર સુધી ચાલતી હોવાનું સ્થાનિકો જણાવે છે.

આ સમાચાર શેર કરો