Video: અમદાવાદમાં ‘સિટી સ્ક્વેર’ પ્રોજેક્ટ 175 મીટર ઊંચા ટાવર પર બનશે સ્કાય ડેક

અમદાવાદમાં આધુનિક આર્કિટેક્ચર સાથે ‘અમદાવાદ સિટી સ્ક્વેર’ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરને નવી ઓળખ આપતી ઊંચી ઇમારત અને વિવિધ જાહેર સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં મનોરંજન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે. પાર્કિંગની સુવિધા માટે જમીનથી અંદાજે 15 મીટર ઊંડાઈએ ત્રણ બેઝમેન્ટ બનાવવાનું આયોજન છે, જેમાં 195 અને 190 કાર ઉપરાંત 1 હજાર 109 ટુ-વ્હીલર પાર્ક થઈ શકશે. પ્રોજેક્ટના ટાવર પર અંદાજે 175 મીટરની ઊંચાઈએ સ્કાય ડેક અને સ્કાય વોક વિકસાવવાની યોજના છે, જ્યાંથી અમદાવાદનો પેનોરેમિક નજારો નિહાળી શકાશે. સ્કાય ડેક પર એકસાથે અંદાજે 75 લોકો માટે વ્યુ ગેલેરીની સુવિધા ઊભી કરાશે. આ ઉપરાંત, ટાવરની 40થી 175 મીટરની ઊંચાઈ વચ્ચે વિશાળ ડિજિટલ સ્ક્રીન બનાવવાનું આયોજન છે, જેના પર ડિજિટલ જાહેરાતો પ્રદર્શિત કરી શકાશે.







