Video: અમદાવાદમાં અપહરણ કરી લૂંટના ગુનામાં મુખ્ય આરોપી ઝડપાયો

અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 34 લાખ રૂપિયાની લૂંટ અને અપહરણના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પ્રીતમ ગોહિલની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ભોગ બનનાર કેતન પરીખને ઓળખતો હતો અને તે અલગ-અલગ સ્થળોએ રોકડ રકમ આપવા જતો હોવાની તેને માહિતી હતી. આ જાણકારીના આધારે પ્રીતમે અપહરણ અને લૂંટનું કાવતરું ઘડ્યું હતું. તેણે પોતાના પરિચિત વિશ્વજિત ગોસ્વામીને ગુનામાં સામેલ કરવા માટે પાંચ લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી અને ભોગ બનનારનો ફોટો તથા સ્થળની માહિતી પણ આપી હતી. ત્યારબાદ વિશ્વજિત ગોસ્વામીએ પોતાના પરિચિત મહિપાલ સાથે મળીને ગુનાને અંજામ આપ્યો હોવાની વિગતો સામે આવી છે.







