Video: ભીલડીમાં PM મોદીની સભા માટે અનોખી બેઠક વ્યવસ્થા; ખુરશીઓ નહીં, ખાટલા પર બેસશે ખેડૂતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બનાસકાંઠાના ડીસા ભીલડી ખાતે યોજાનારી સભા અત્યારે એક અનોખી વ્યવસ્થાને લઈને ચર્ચામાં છે. સામાન્ય રીતે રાજકીય સભાઓમાં ખુરશીઓની વ્યવસ્થા જોવા મળે છે, પરંતુ બનાસકાંઠાના ભીલડીમાં ખેડૂતો માટે ખુરશીઓના બદલે ખાટલા ગોઠવવામાં આવ્યા છે. બનાસકાંઠાની ગ્રામીણ પરંપરાને અનુરૂપ કરવામાં આવેલી આ બેઠક વ્યવસ્થા હવે સૌનું ધ્યાન ખેંચી રહી છે.
ખેડૂતો ખાટલા પર બેસીને સભામાં ભાગ લેશે
સભામાં આવનારા ખેડૂતો માટે ખુરશીઓની જગ્યાએ ખાટલાની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં ખાટલો પરંપરાગત જીવનશૈલીનો એક ભાગ રહ્યો છે. ત્યારે આ જ પરંપરાને સભાની બેઠક વ્યવસ્થામાં સ્થાન આપવામાં આવ્યું છે. ખેડૂતો ખાટલા પર બેસીને સભામાં ભાગ લેશે, જે કાર્યક્રમને સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડતો અનોખો માહોલ ઊભો કરશે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો રિલીઝ કરશે. સાથે જ બનાસ ડેરીના અત્યાધુનિક ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ પણ થવાનું છે. ખેડૂતો માટેની આ ખાટલાની બેઠક વ્યવસ્થા હવે કાર્યક્રમ પહેલાં જ ચર્ચાનું કેન્દ્ર બની છે. વડાપ્રધાનની સભામાં ખુરશીઓના બદલે ખાટલાની વ્યવસ્થા સૌનું ધ્યાન ખેંચી રહી છે.







