મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભેળસેળ અટકાવવા મીઠાઈ-ફરસાણના વેપારીઓ માટે રેપિડ ટેસ્ટિંગ કીટ ફરજિયાત

સોર્સ: gstv

દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદના લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મીઠાઈ અને ફરસાણના વેપારીઓ તેમજ માવો બનાવતા તમામ એકમો માટે રેપિડ ટેસ્ટિંગ કીટ રાખવી ફરજિયાત બનાવવામાં આવી છે. દિવાળી દરમિયાન હંગામી ધોરણે મીઠાઈ-ફરસાણનો વ્યવસાય કરતા અને પાંચ લાખ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતા એકમોએ પણ આ કીટ રાખવી પડશે. અગાઉ પણ તંત્ર દ્વારા મીઠાઈની દુકાનોમાં ટેસ્ટિંગ કીટ રાખવા અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકો જોઈ શકે તેવા કિચન બનાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી. જોકે, આ સૂચનાઓનું યોગ્ય પાલન થતું ન હોવાની બાબત સામે આવી છે.

આ સમાચાર શેર કરો