મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ડૉ. હર્ષ પંડ્યા કેસમાં ચારેય આરોપીઓની ધરપકડ

સોર્સ: gstv

સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબ ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત અને રેગિંગના ચકચારી કેસમાં ખટોદરા પોલીસે વધુ એક આરોપી ડૉ. નિરાલી વસાવાની ધરપકડ કરી છે. આ ધરપકડ સાથે કેસમાં નામજોગ નોંધાયેલા ચારેય આરોપીઓ હવે પોલીસની પકડમાં આવી ગયા છે. આ પહેલાં 11 ઓક્ટોબરે મહિલા તબીબો ડૉ. દિક્ષીતા ઘેવરિયા અને ડૉ. હિના ભૂતની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 13 ઓક્ટોબરે ડૉ. અનુજ મહેશ્વરીની ધરપકડ કરાઈ હતી. હવે ફરાર ડૉ. નિરાલી વસાવા પણ ઝડપાતાં તપાસમાં વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે. ડૉ. હર્ષ પંડ્યાના આપઘાતના બનાવને પગલે મેડિકલ જગતમાં શોક અને રોષ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી અને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો