Video: વીજ સંકટની સ્થિતિ વચ્ચે AMCનો નિર્ણય, આ વર્ષે દિવાળીની મર્યાદિત રોશની કરાશે

રાજ્યમાં સંભવિત વીજ સંકટની સ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવારોમાં મર્યાદિત રોશની કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે સાબરમતી નદી પરના માત્ર છ બ્રિજ અને નગરદેવી ભદ્રકાળી મંદિરના આંગણે જ રોશની કરવામાં આવશે. શહેરના 11 અંડરપાસ, 46 સર્કલ અને 13 પૌરાણિક દરવાજાઓ પર આ વર્ષે રોશની નહીં કરાય. અગાઉ ધનતેરસથી લાભ પાંચમ સુધી રોશની પાછળ અંદાજે 18 લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો. આ વખતે રોશનીના સ્થળોની સંખ્યા ઘટાડવાની સાથે સમય પણ મર્યાદિત કરવામાં આવ્યો છે અને સામાન્ય દિવસોમાં સાંજે સાતથી રાત્રે 12 કે એક વાગ્યા સુધી જ રોશની કરાશે. જોકે, દિવાળી અને બેસતા વર્ષના દિવસે આખી રાત રોશની ચાલુ રાખવાનું આયોજન છે.








