Video: નવસારીમાં પૂરગ્રસ્તોને સહાય માત્ર કાગળ પર?

નવસારી જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂરને કારણે સામાન્ય તથા શ્રમિક પરિવારોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શહેરોના ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરી, અનાજ, કપડાં અને ફર્નિચર સહિતની ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું હતુ. આ ગંભીર સ્થિતિ વચ્ચે વોર્ડ નંબર 4ના કોંગ્રેસ કોર્પોરેટરએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. તેમણે માંગ કરી છે કે તમામ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પારદર્શક સર્વે કરાવી, સરકારી નિયમો મુજબ વળતર અને આર્થિક સહાય તાત્કાલિક ચૂકવવામાં આવે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પ્રાથમિકતા આપી કોઈ પરિવાર વંચિત ન રહે તે જોવાની તેમણે અપીલ કરી છે








