મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટમાં સોની બજારના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈ

સોર્સ: gstv

રાજકોટની સોની બજારમાં સોની વેપારીઓ સાથે કરોડોનું ફુલેકુ ફેરવાયું છે. મારૂતિ જ્વેલર્સના માલિક હસમુખ લોઢિયાએ વેપારીઓ સાથે ઠગાઈ કરી છે. આરોપીએ અલગ-અલગ ૪ સોની વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આરોપી વેપારીઓ પાસેથી સોનું મંગાવતો અને ત્યારપછી બરાબર બીજા દિવસે સાંજે ૭ વાગ્યા સુધીમાં સોનું પરત આપી દેવાનો વાયદો કરતો હતો. પરંતુ, નિર્ધારિત સમય વીતી ગયા બાદ તે પોતાનો મોબાઇલ ફોન બંધ કરીને અચાનક ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં અંદાજિત ૭ કરોડ ૭૭ લાખની માતબર રકમની ઠગાઈ થઈ હોવાનું બહાર આવ્યું છે. આગામી સમયમાં આ આંકડો હજુ પણ વધવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. આ મામલે ભોગ બનનાર વેપારીઓની ફરિયાદના આધારે હાલ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો