Video: વડોદરાના અલકાપુરી સેન્ટર પોઈન્ટ નજીક જાહેરમાં બે જૂથો વચ્ચે મારામારી, વીડિયો વાયરલ

સોર્સ: gstv

સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી બાદ બંને જૂથના લોકોએ જાહેરમાં એકબીજા પર હુમલો શરૂ કરી દીધો હતો. રસ્તા વચ્ચે અચાનક સર્જાયેલી આ બબાલને પગલે આસપાસના રાહદારીઓ અને સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વચ્ચે રસ્તા પર જ જૂથ અથડાવાને કારણે વાહનવ્યવહાર પર પણ માઠી અસર પડી હતી અને ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. આ વાયરલ વીડિયોના આધારે પોલીસે આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત