Video: મહેસાણામાં કોંગ્રેસના 'કિસાન અધિકાર ધરણાં': દેવા માફી અને પાક વીમા મુદ્દે સરકાર સામે આકરા પ્રહાર કરી કલેક્ટર કચેરી સુધી યોજી પદયાત્રા

ગુજરાત કોંગ્રેસ દ્વારા મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને 'કિસાન અધિકાર ધરણાં'નું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં યોજાયેલા ધરણાં કાર્યક્રમમાં વરસાદની ખેંચને કારણે આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા મુખ્ય માંગ હતી..આ ઉપરાંત ખેડૂતોના દેવા માફ કરવા, ખોટી જમીન માપણી રદ કરવા, વીજળીના થાંભલાનું પૂરતું વળતર ચૂકવવા અને પાક વીમા યોજના પુનઃ શરૂ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. આ સભા દરમિયાન કોંગ્રેસ આગેવાનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે આકરા પ્રહારો કર્યા હતા. ધરણાં બાદ નેતાઓ અને કાર્યકરોએ કલેક્ટર કચેરી સુધી વિરોધ પદયાત્રા યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.








