મુખ્ય સામગ્રી પર જાઓ

Video: દ્વારકાના ઓખા દરિયામાં બોટમાં લાગી ભીષણ આગ, ૫ ખલાસીઓનો આબાદ બચાવ

સોર્સ: gstv

દેવભૂમિ દ્વારકાના ઓખા બંદર નજીક દરિયામાં એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ છે. ઓખા બંદરથી આશરે પચ્ચીસ નોટિકલ માઇલ દૂર દરિયામાં સફર કરી રહેલી એક બોટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ટેક્નિકલ ખામીના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં સંપૂર્ણ બોટ બળીને ખાખ થઈ ગઈ હતી અને દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. બોટ ગરકાવ થવાના કારણે બોટ માલિકને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સદનસીબે, બોટમાં સવાર તમામ પાંચ ખલાસીઓનો આબાદ બચાવ થતાં તંત્ર અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ સમાચાર શેર કરો