મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: 65 તોલા સોનાં અને પ્લોટ પડાવી લેવાનો આક્ષેપ

સોર્સ: gstv

અંકલેશ્વરમાં વ્યાજખોરીના ગંભીર આક્ષેપ સાથે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ધંતુરીયા ગામના પંકજભાઈ આહીરે વર્ષ 2018 અને 2019 દરમિયાન મહેશભાઈ મારફતિયા પાસેથી કુલ 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હોવાની વિગતો સામે આવી છે. ફરિયાદ મુજબ, સિક્યુરિટી પેટે પ્લોટના અસલ દસ્તાવેજ અને આશરે 41 તોલા સોનાનાં ઘરેણાં લેવામાં આવ્યાં હતાં, જ્યારે બેંકમાંથી છોડાવેલાં અન્ય 24 તોલા સોનાનાં ઘરેણાં પણ આરોપીએ પોતાની પાસે રાખ્યાં હતાં. ફરિયાદીએ વ્યાજ સહિત આશરે 10 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં કુલ 65 તોલા સોનાનાં ઘરેણાં પરત ન આપ્યાનો આક્ષેપ છે. એટલું જ નહીં, પ્લોટનો 10 લાખ રૂપિયાનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી વેચાણની રકમ પણ ન ચૂકવી વધુ નાણાંની માંગણી કરી હોવાની ફરિયાદ થઈ છે. ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે આરોપી મહેશભાઈ મારફતિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો