મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા તૈયાર પાકને ભારે નુકસાન.

સોર્સ: gstv

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર અને તાલુકામાં બપોર બાદ અચાનક ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો. ઉપલેટા ઉપરાંત અરણી, ખીરસરા અને ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી એક ઇંચ વરસાદ ખાબકતા ચારેય બાજુ પાણી ફરી વળ્યા હતા. દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ અણધાર્યા વરસાદથી બજારોમાં ખરીદી કરવા આવેલા લોકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તો બીજી તરફ, સોયાબીન, મગફળી અને એરંડા જેવા તૈયાર પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અને કાદવ-કીચડ થવાથી નાગરિકોમાં હાલાકી વધી છે.

આ સમાચાર શેર કરો