મુખ્ય સામગ્રી પર જાઓ

Video: બાબરા માર્કેટયાર્ડમાં કમોસમી વરસાદનો કહેર

સોર્સ: gstv

અમરેલીના બાબરા શહેરમાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. બાબરા માર્કેટયાર્ડના ખુલ્લા મેદાનમાં પડેલો કપાસ અને મગફળીનો જથ્થો વરસાદી પાણીમાં પલળી ગયો હતો. પોતાની જણસી વેચવા મોટી સંખ્યામાં માર્કેટયાર્ડમાં પહોંચેલા ખેડૂતોને અચાનક વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માર્કેટયાર્ડમાં શેડની પૂરતી વ્યવસ્થા ન હોવાથી ખુલ્લામાં પડેલો માલ અને જણસી ભરીને આવેલા વાહનો પણ વરસાદમાં ભીંજાયાં હતાં. દિવાળીનો તહેવાર નજીક છે અને ખેતીની મોસમ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. મહેનતથી તૈયાર કરેલો પાક વેચવા આવેલા ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો