મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરેન્દ્રનગરની સબજેલમાં કેદીઓને જલસા

સોર્સ: gstv

સુરેન્દ્રનગરની સબજેલ ફરી વિવાદોમાં સપડાઈ છે.. જેલની અંદરનો વધુ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કેદીઓ માથે બોટલ મૂકીને બેફામ ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે, જેના કારણે જેલની આંતરિક સુરક્ષા સામે ભારે સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ જેલની બહાર લોખંડી પહેરો હોવાનો દાવો કરવામાં આવે છે, તો બીજી તરફ જેલની અંદર સરળતાથી મોબાઈલ ફોન પહોંચી રહ્યા છે અને કેદીઓ તેમાં ખુલ્લેઆમ વીડિયો પણ બનાવી રહ્યા છે. આ ઘટનાથી જેલમાં રૂપિયા ફેંકો અને મનપસંદ સુવિધાઓ મેળવો જેવો ઘાટ સર્જાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ વાયરલ વીડિયો અંગે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે..જેલની અંદર સજાને નામે કેદીઓ કેવા જલસા કરી રહ્યા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે.

આ સમાચાર શેર કરો