Video: PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં સહભાગી થયા હતા. વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સરદાર પટેલના દેશના એકીકરણમાં આપેલા યોગદાનને યાદ કરી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.







