Video: હાંસોટના ઇલાવ-સાહોલ રોડ પર અકસ્માત

હાંસોટ તાલુકાના ઇલાવ-સાહોલ રોડ પર અકસ્માતમાં 4 યુવાનો ઈજાગ્રસ્ત થયા છે. પૂરપાટ ઝડપે આવી રહેલી બે મોટરસાયકલ સામસામે ધડાકાભેર અથડાઈ હતી..આ અકસ્માતના પગલે હાઇવે પર પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને બાઇક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાઈ ગયા હતા.. ઇજાગ્રસ્ત થયેલા ચાર યુવાનો પૈકી બે યુવાનો ધમરાડ ગામના અને બાકીના બે યુવાનો કતપોર ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. આસપાસના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા તેમજ અન્ય ખાનગી વાહનોની મદદ લીધી હતી. તમામ ઇજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની તબીબી સારવાર ચાલી રહી છે.







