મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટમાં એસટી વિભાગની આલ્કોહોલ ડ્રાઈવ

સોર્સ: gstv

રાજકોટમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા મુસાફરોની સુરક્ષા માટે ખાસ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન એસ.ટી. વિભાગ દ્વારા કર્મચારીઓ માટે આલ્કોહોલ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. તપાસ દરમિયાન ડ્રાઇવર અને કંડક્ટર સહિત કુલ ૩૦ જેટલા કર્મચારીઓનો આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ચેકિંગમાં રાજકોટ ડેપોનો ડ્રાઇવર યુવરાજસિંહ ગોહિલ બસ ચલાવે તે પહેલાં જ નશાની હાલતમાં ઝડપાઈ ગયો હતો અને તેનો આલ્કોહોલ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. સમયસર થયેલા આ ચેકિંગથી એક મોટી અકસ્માત હોનારત ટળી હતી. એસ.ટી. વિભાગ દ્વારા આ ગંભીર બેદરકારી બદલ ડ્રાઇવર સામે કડક કાનૂની અને શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.

આ સમાચાર શેર કરો