Video: સુરેન્દ્રનગર સબજેલમાં નિર્લિપ રાયના ચેકિંગ બાદ કેદીઓનો વીડિયો વાયરલ

સુરેન્દ્રનગરની સબજેલ ફરી એકવાર ભારે વિવાદમાં સપડાઈ છે. રેન્જ આઈજી નિર્લિપ રાય દ્વારા જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયાના બીજા જ દિવસે, જેલની બેરેક અંદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી છે. વાયરલ વીડિયોમાં કેદીઓ જેલની અંદર કામ કરતા અને આરામ ફરમાવતા નજરે પડી રહ્યા છે, જેનાથી સુરક્ષા વ્યવસ્થાના તમામ પોકળ દાવાઓની પોલ ખુલી ગઈ છે.પોલીસ અધિકારીઓના ચેકિંગ બાદ પણ કેદીઓમાં કાયદાનો કોઈ ખૌફ રહ્યો ન હોય તેમ અંદર એન્ડ્રોઈડ મોબાઈલ પહોંચી ગયો અને વીડિયો બનાવી વાયરલ પણ કરાયો. આ ઘટના બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે અને વાયરલ વીડિયો કઈ બેરેકનો છે તથા કોણે શૂટ કર્યો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.






