Video: ચોમાસાની વિદાય બાદ મેંદરડામાં પડ્યો કમોસમી વરસાદ.

જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં સાંજના સમયે અચાનક વરસાદી માહોલ જામ્યો હતો. બપોર બાદ મેંદરડા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. ખાસ કરીને, સત્તાવાર ચોમાસાની વિદાય થઈ ગઈ હોવા છતાં મેંદરડામાં વરસાદ વરસ્યો હતો. વરસાદના એક ઝાપટાથી જ રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.








