મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અબુઝમાડ અને સારંડાના ગાઢ જંગલોમાં ખેલાયો મોતનો ખેલ: 143 જવાનો એકતા નગર પરેડમાં ગજવશે ગૂંજ!

સોર્સ: gstv

ગુજરાતના એકતા નગર (કેવડિયા) ખાતે આયોજિત ભવ્ય પરેડ પૂર્વે CoBRA યુનિટના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ આશુતોષ ત્રિગુણાયકે બટાલિયનની તૈયારીઓ અને નક્સલવાદ વિરોધી અભિયાનોમાં તેમની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી.

આશુતોષ ત્રિગુણાયકે જણાવ્યું હતું કે, "આ પરેડમાં CoBRA યુનિટના લગભગ 143 જવાનો ભાગ લેશે. જેમાં એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ આ ટુકડીનું નેતૃત્વ કરશે અને તેમની સાથે બે અધીનસ્થ અધિકારીઓ (Subordinate Officers) પણ સામેલ રહેશે."

ભારતમાંથી નક્સલવાદના ખાતમા અંગે વાત કરતાં તેમણે ઉમેર્યું કે, "દેશને નક્સલમુક્ત બનાવવામાં CoBRA યુનિટ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ વિશેષ દળે અબુઝમાડ અને સારંડાના અતિ દુર્ગમ અને જોખમી જંગલો જેવા વિસ્તારોમાં સફળ ઓપરેશન્સ પાર પાડ્યા છે, જ્યાં IED બ્લાસ્ટનો ખતરો અને ઓપરેશનલ જોખમો અત્યંત વધારે હતા."

આ સમાચાર શેર કરો