Video: અમદાવાદ એસ.પી. રિંગરોડ પર ભીષણ અકસ્માત:

અમદાવાદમાં એસ.પી. રિંગરોડ પર ઓગણજ-ભાડજ રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રસ્તા પરથી પસાર થઈ રહેલી ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર અશોક ઢાંકરે નામના વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ આ સમગ્ર મામલે અર્ટિગા કારના ચાલક ભગીરથસિંહ ઝાલા વિરુદ્ધ 'એ' ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.








