Video: રૂ.૧૫.૧૦ કરોડના ખર્ચે શૂલપાણેશ્વર નર્મદા ઘાટનું નવસર્જન

નર્મદા જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' દ્વારા વધુ એક આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા ૧૫ કરોડ ૧૦ લાખ રૂપિયાના ખર્ચે શૂલપાણેશ્વર નર્મદા ઘાટનું અપગ્રેડેશન અને વિકાસકાર્ય પૂર્ણ કરી દેવાયું છે.લાલ રેતીના પથ્થરો, સુંદર ભીંતચિત્રો અને આકર્ષક શિલ્પો કંડારીને નર્મદા ઘાટનું વિશેષ સૌંદર્યીકરણ કરવામાં આવ્યું છે.ધાર્મિક અને પ્રવાસીય મહત્વ ધરાવતા આ ઘાટનો કાયાકલ્પ થતાં સ્થાનિકો તેમજ દેશ-વિદેશથી આવતા સહેલાણીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.








