મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નવસારીના દરિયાકાંઠાનાં ગામોમાં પૂરનો કાયમી ઉકેલ માટે ગ્રામજનોની માગ

સોર્સ: gstv

નવસારીના દરિયાકાંઠાનાં ગામોમાં પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ગ્રામજનોએ તંત્ર સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ માગણીઓ રજૂ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે માત્ર ગેરકાયદે ઝીંગા તળાવો તોડવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ દરિયા કે નદી સુધી પાણીના નિકાલ માટે કુદરતી કાસ અને કેનાલનું ખોદકામ કરવું જરૂરી છે. આ ઉપરાંત બનનારા કોસ્ટલ રોડની ઊંચાઈ ઓછામાં ઓછી એક મીટર રાખવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે, જેથી ભરતીનું પાણી ગામોમાં પ્રવેશતું અટકાવી શકાય. બીજી તરફ વહીવટી તંત્રના જણાવ્યા મુજબ ગણદેવી અને જલાલપોર તાલુકામાં ગેરકાયદે ઝીંગા તળાવો સામે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ છે.

આ સમાચાર શેર કરો