Video: દિવાળી સુરક્ષાને લઈ પોલીસ કમિશનરની બેઠક

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં જ્વેલર્સ એસોસિએશન સાથે પોલીસની એક ખાસ બેઠક યોજાઈ હતી. ધ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પોલીસ અધિકારીઓ ઉપરાંત જ્વેલર્સ, આંગડિયા પેઢીના સંચાલકો અને બેંક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં સુરક્ષા મુદ્દે ચર્ચા કરતા પોલીસ કમિશનરે વેપારીઓને સીસીટીવી અને સેફટી એલાર્મ ચાલુ રાખવા અપીલ કરી હતી, જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તૈનાત રહેશે,,તેમજ મોટા જોખમની સ્થિતિમાં સ્થાનિક પોલીસ તરફથી સુરક્ષા અને મદદ અપાશે તેવી બાંયેધરી આપવામાં આવી..








