મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદમાં જ્વેલર્સ સુરક્ષા બેઠક દરમિયાન કે.કે. જ્વેલર્સે પોલીસ ભંડોળમાં ૫૧ લાખનું દાન આપ્યું.

સોર્સ: gstv

અમદાવાદમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં જ્વેલર્સ એસોસિએશન સાથે સુરક્ષા અંગેની ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન કે.કે. જ્વેલર્સના ફાઉન્ડરે ગુજરાત પોલીસની સરહાનિય કામગીરી અને વર્ષ 2014માં તેમની સાથે પોલીસે કરેલા સરાહનીય વ્યવહારને યાદ કરીને રાજીપો વ્યક્ત કર્યો હતો.અમદાવાદ અને ગુજરાત પોલીસની તત્પરતાથી ખુશ થઈને કે.કે. જ્વેલર્સના ફાઉન્ડરે આજે જ પોલીસ ભંડોળમાં 51 લાખ રૂપિયાનું માતબર દાન આપ્યું છે. તહેવારોના સમયે વેપારીઓની સુરક્ષાની ખાતરી સાથે જ્વેલર્સે પોલીસની કામગીરી બિરદાવી હતી.

આ સમાચાર શેર કરો